ચૂંટણી@ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું
આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે.
Apr 9, 2026, 09:39 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે.
આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે.

