ઘટના@વડોદરા: ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 25 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનું અપહરણ

પોલીસકર્મીનું પણ અપહરણ થયાની ઘટના
 
ઘટના@વડોદરા: ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 25 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનું અપહરણ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અપહરણ અને હત્યાના બનાવો વધી રહ્યા છે, પણ સામાન્ય જનતાની સાથે હવે પોલીસકર્મીનું પણ અપહરણ થયાની ઘટના સામે આવી છે. વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 25 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનું અપહરણ થયું છે. વડોદરા પોલીસમાં વિવિધ મુદ્દે વિવાદોમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું અપહરણ થયાનું સામે આવ્યું છે.

વિગતો મુજબ ફરજ બજાવ્યા બાદ ઘરે પરત ફરતા સમયે અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કર્યું છે.