બ્રેકિંગ@રાજકોટ: પોલીસ સ્ટેશનમાં ત્રાટકી એસીબીની, હેડ કોન્સ્ટેબલ 8 હજારની લાંચ લેતાં ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પોલીસ લોકો માટે કામ કરવાનું હોય છે.લોકોનું રક્ષણ કરવા માટે પોલીસ હોય છે. ગુનેગારોને સજા આપવાનું કામ એમનું હોય છે,પણ પોલોસ પોતાનું કામ કરવા માટે પૈસા લે છે.પોલોસએ લોકો પાસેથી રીસ્વત લેતી હોય છે.આવીજ એક પોલીસને લાંચ લેતાની રાજકોટનિ ઘટના સામે આવી છે.રાજકોટ પોલીસના નસીબમાં જાણે કે વિવાદોના વમળમાંથી બહાર નીકળવાનું જ ન લખ્યું હોય કે પછી બહાર નીકળવા ન માંગતી હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ કારસ્તાન બહાર આવી રહ્યા છે. કડક અધિકારીઓ હોવા છતાં સ્ટાફને જાણે કે તેમનો કોઈ જ ડર ન રહ્યો હોય તેવી રીતે પોતાની 'કામગીરી' કરી રહ્યા હોવાથી વધુ એક કલંક લાગ્યું છે. શહેરની મધ્યમાં આવેલા પ્ર.નગર પોલીસ મથકમાં આજે બપોરના સમયે એસીબીએ ટ્રેપ ગોઠવી હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડાને આઠ હજાર રૂપિયાની લાંચ લેતાં રંગેહાથે પકડી પાડતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે એસીબીમાં લાંચ અંગેની ફરિયાદ કરનાર ફરિયાદીના પુત્રની ચોરીના કેસમાં પ્ર.નગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશ વાલેરાભાઈ ચાવડા કે જેઓ પોલીસ મથકના ઈન-વેમાં ફરજ બજાવી રહ્યા છે તેમના પાસે હોવાથી તેમણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આ પછી ફરિયાદી દ્વારા કલ્પેશ ચાવડાને પોતાના પુત્ર સામે ચોરીના ગુનામાં કાગળો 'હળવા' કરવા તેમજ હેરાન નહીં કરવા માટે કહેતા કલ્પેશ ચાવડાએ તેની પાસે દસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
લાંચ માંગ્યા બાદ હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડા અને ફરિયાદી વચ્ચે પૈસા મામલે રકઝક થયા બાદ આઠ હજાર રૂપિયાની લાંચ ચૂકવવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદી હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડાને લાંચ આપવા માંગતા ન હોય તેમણે લાંચ રૂશ્ર્વત વિરોધી શાખાનો સંપર્ક સાધતાં આજે બપોરે પીઆઈ એ.આર.ગોહિલ સહિતના દ્વારા પ્ર.નગર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.ત્યારબાદ ફરિયાદીએ જેવી કલ્પેશ ચાવડાના હાથમાં આઠ હજાર રૂપિયાની લાંચ આપી કે તુરંત જ એસીબીએ તેમને રંગેહાથે પકડી લઈ ધરપકડ કરી લીધી હતી. અચાનક જ એસીબીની પોલીસ મથકની અંદર જ ટ્રેપને કારણે પ્ર.નગર સ્ટાફમાં તો સોપો પડી ગયો હતો સાથે સાથે હેડ કોન્સ્ટેબલ લાંચના છટકામાં સપડાયા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.આમ લાંચના કેસમાં રાજકોટ પોલીસ ઉપર વધુ એક કલંક લાગ્યું છે કેમ કે હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથે પકડાઈ ગયા છે ત્યારે ન પકડાયા હોય તેવા લાંચીયા કર્મચારીઓ કેટલા હશે તેની કલ્પના પણ કરવી ઘટે