હડકંપ@પાટણ: જીએસટી નંબર સામે કરારીએ માંગી લાંચ, એસીબીએ 5,000 લેતાં ઝડપ્યો

 રંગે હાથે પકડાઈ જતા કસ્ટડીમાં 
 
હડકંપ@પાટણ: જીએસટી નંબર સામે કરારીએ માંગી લાંચ, એસીબીએ 5,000 લેતાં ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં લાંચના કેસ ખુબજ વધી ગયા છે. કોઈ પણ કામ કરાવવા માટે લાંચ આપવી પડે છે.   સિધ્ધપુરના સેન્ટ્રલ જીએસટી કચેરી સિદ્ધપુમાં ફરજ બજાવતા આઉટસોર્સ ઓફિસ બોય દ્વારા જીએસટી નંબરની ફાળવણીમાં મદદરૂપ કરવા માટે લાંચ માગી. મદદ કરવા માટે આરોપીએ રૂ.5,000 ની લાંચ માગી.  ફરિયાદીએ એસીબી નો સંપર્ક કર્યો. એસીપી દ્વારા ચોકઠું ગોઠવીને રૂ 5,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો.

સિધ્ધપુરમાં સેન્ટ્રલ જીએસટીની કચેરીમાં ફરજ બજાવતા દિપક સોમાભાઈ ચાવડા, દ્વારા જીએસટી નંબર મેળવવા સારુ ઓનલાઈન અરજી કરેલ અરજદારને અરજી સબંધે ઘરે સ્થળ તપાસમાં ગયેલ હતા. ત્યાં સ્થળ તપાસ બાદ પાછળથી આ કામના આક્ષેપીતે અરજદાર પાસે જીએસટી નંબરની ફાળવણીમા મદદ કરી. આપવા રૂ. 5000 ની લાંચની રકમ માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતો. 

પાટણ એ.સી.બી.નો સંપર્ક કરતા એસીબીએ આરોપીને  રૂ.5000 લાંચની રકમ અરજદાર પાસેથી લેતા રંગે હાથે પકડાઈ ગયો. આરોપીને કસ્ટડીમાં લઈ આગળની તપાસ શરૂ કરી.