દોડધામ@બેચરાજી: ઓફિસરની ચેમ્બરમાં ત્રાટકી એસીબી, વારસાઇના નિ:શુલ્ક કામમાં લાંચ લેતાં ઝડપાયા

એકબાજુ ગુનેગારો પકડવા પોલીસની દોડધામ છે ત્યારે બીજીબાજુ લાંચિયાઓને પકડવા એસીબીએ મહેનત ડબલ કરી છે. 
 
દોડધામ@બેચરાજી: ઓફિસરની ચેમ્બરમાં ત્રાટકી એસીબી, વારસાઇના નિ:શુલ્ક કામમાં લાંચ લેતાં ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા 


એકબાજુ ગુનેગારો પકડવા પોલીસની દોડધામ છે ત્યારે બીજીબાજુ લાંચિયાઓને પકડવા એસીબીએ મહેનત ડબલ કરી છે. બેચરાજી ખાતેની સર્કલ ઓફિસરની કચેરીમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે ત્રાટકી સફળ ટ્રેપ પૂર્ણ કરી છે. હક્કની જમીનમાં વારસાઇ નોંધ કરવા નાયબ મામલતદાર પૈસા પડાવતાં હોવાનું સામે આવ્યું છે. વડીલોપાર્જિત જમીનમાં સંતાનોનું નામ દાખલ કરવા અધધધ... રૂપિયા 10હજારની માંગણી ખુદ સર્કલ ઓફિસરે કરી હતી. લાંચનુ છટકું ગોઠવી આખરે મહેસાણા એસીબી પોલીસે નાયબ મામલતદાર ભૂપેન્દ્ર પરમારને ઝડપી લીધા છે.


મહેસાણા જિલ્લાના બેચરાજી મહેસુલ વિસ્તારમાં વડીલોપાર્જીત જમીનમાં જાગૃત નાગરિકે પોતાનું તથા ભાઇનું નામ દાખલ કરવા તેઓના પિતા દ્વારા ઓનલાઇન અરજી કરી હતી. આ બાબતે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ભૂપેન્દ્ર પુંજાભાઇ પરમારે અરજી આધારે જાગૃત નાગરિકને મળી ચોંકાવનારી લાંચની માંગ મૂકી હતી. નિ:શુલ્ક ફરજના ભાગરૂપે કરવાના કામમાં સર્કલ ઓફિસર પરમારે સૌપ્રથમ રૂ.૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.૧૦,૦૦૦/- ની રકમ નક્કી કરી હતી. આ બાજુ જાગૃત નાગરિક લાંચની રકમ  આપવા માંગતા ના હોવાથી મહેસાણા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આથી ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી સર્કલ ઓફિસર ભૂપેન્દ્ર પુંજાભાઇ પરમારનાઓએ ફરિયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂા.૭,૫૦૦/- સ્વીકારતાં સ્થળ ઉપરથી પકડાઈ ગયા હતા.