દુર્ઘટના@ગુજરાત: ઊંઝા-મહેસાણા રોડ પર ડિવાઇડર સાથે ઇકો અથડાતા 5 લોકોના કમકમાટીભર્યાં મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમફી સામે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં બે પરિવારના 5 સભ્યના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.
આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. જ્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંથરાદેવીનું મોત થતાં મૃત્યુઆંક 5 થયો છે. જ્યારે ગાડીના ચાલકને સહિત 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના નામ:
રામલાલ લખાજી કુમાવત
કોમલ મદનલાલ કુમાવત
કૈલાશભાઈ રામલાલ કુમાવત
એક માસૂમ બાળક
મંથરાદેવી
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોની યાદી
મદનસિંહ કુમાવત
નશ્રભાઈ
જમનીબેન
પકલિ દેવી
રાકેશ
મમતાબેન

