દુર્ઘટના@ગુજરાત: આર્મી જવાન અને સંબંધીઓને ખાવડા પાસે કાળ ભેટ્યો, 7નાં મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર શનિવાર રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે.ઉત્તરાખંડના ગઢવાલના આર્મી પરિવારના સભ્યો કચ્છનું રણ ફરીને ભુજ તરફ પરત ફરી રહ્યા હતા. ખાવડા પાસે વેકરિયા નજીક રાત્રે લગભગ 9:30 થી 10 વાગ્યાની આસપાસ તેમની કાર સામેથી આવતા ટ્રેલર સાથે જોરદાર રીતે અથડાઈ હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે કારના બે ટુકડા થઈ ગયા. કારમાં સવાર તમામ *7 લોકોનાં ઘટનાસ્થળે જ મોત* થયા છે. મૃતકોમાં 2 પુરુષ, 2 મહિલા અને *3 માસૂમ બાળકો* સામેલ છે.
*મૃતકો:*
- સૌરભ સિંહ નેગી (30), પત્ની સવિતા (30) અને તેમની 3 મહિનાની દીકરી સિવિકા
- રિંકી નિતિન ગુસાઈ (35) અને તેમની 4 મહિનાની દીકરી વામિકા
- રાજેશ રાવત (35) અને તેમની 7 વર્ષની દીકરી રક્ષિતા
તમામ મૃતકો ભુજમાં ફરજ બજાવતા આર્મી જવાનોના પરિવારજનો હતા. અકસ્માતની જાણ થતાં જ આર્મીના અધિકારીઓ જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ પહોંચી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં ઓવરટેક કરતી વખતે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
*PM મોદીએ શોક વ્યક્ત કર્યો*
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારને PMNRFમાંથી *₹2 લાખ* અને ઈજાગ્રસ્તોને *₹50 હજાર*ની સહાયની જાહેરાત કરી છે.

