દુર્ઘટના@ગુજરાત: ST બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, 2 લોકોના મોત

જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે પૂરઝડપે આવતી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ચાલક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, બન્ને વાહનોમાં ભારે નુકસાન થયું છે. ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રકમાં સવાર મજુરો કપાસની ગાડી ભરવા જતા હતા અને અકસ્માત થયો હતો.

ઝાલોદ ઉનાની બસ ઉના તરફ આવતી હતી, એ વખતે બેડીયા નજીક પેટ્રોલ પંપ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જતા બે ના મોત થયા છે. જ્યારે ST બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી, તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બસમાં સવાર મુસાફરો તેમજ ટ્રકમાં સવાર મજુરો મળી કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઉના હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલ પોલીસ અને STના અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર હાજર છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઉના હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનો પર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. ઈલેશ વાઘેલાએ જણાવ્યું કે, અમે કપાસની ગાડી ભરવા મજુરીએ જતા હતા. વાચાથી મજુરોને બેસાડ્યા હતા. આ દરમિયાન એસટી બસવાળાએ મોરે મોરો આવવા દીધી હતી. અમે ગાડીને ઘણી નીચે ઉતારી હતી, પણ છતાંય બસ આવવા દીધી હતી. બે-ત્રણ લોકોને ગંભીરઈજા પહોંચી છે. અમે ટ્રકના ડ્રાઈવર સહિત 8 લોકો ટ્રકમાં સવાર હતા.