દુર્ઘટના@થરાદ: કાર-ઇકો વચ્ચેય જોરદાર ટક્કર થઈ, 1 વ્યક્તિનું મોત, 4 લોકો ઈજાગ્રસ્ત
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
Mar 28, 2026, 14:18 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
થરાદ-સાંચોર હાઈવે પર મોડી રાત્રે અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય 4 લોકો ઘાયલ થયા છે.
પ્રાથમિક મળતી માહિતી અનુસાર, એક કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે તેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન થરાદના યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય 4 લોકોની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

