દુર્ઘટના@વડોદરા: લકઝરી અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત

અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની હદય કંપાવે એવી ઘટના સામે આવી છે.વડોદરા શહેરના કોટમબી સ્ટેડિયમ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6ના મોત થયા છે અને 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે આગળ ઊભી રહેલી ટ્રકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.