દુર્ઘટના@વડોદરા: બાઇક સવાર 2 લોકો અચાનક ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા મોત, જાણો સમગ્ર દુર્ઘટના
આ મામલે કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
Updated: Dec 10, 2025, 10:47 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર આવેલી કપુરાઈ ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો છે.
બાઇક સવાર 2 લોકો અચાનક ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા મોત થયા છે. સુરત તરફ જવાના માર્ગે અકસ્માત થયો છે. આ મામલે કપુરાઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

