દુર્ઘટના@કચ્છ: વેલ્ડીંગ કરતા 3 મજૂર ઉપરથી પટકાયા, 2નાં ઘટનાસ્થળે મોત, 1 ઘાયલ
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Updated: Oct 4, 2025, 17:47 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રુદ્રાક્ષ ડિટરજન્ટ એન્ડ કેમિકલ કંપનીમાં વેલ્ડીંગ કાર્ય દરમિયાન 3 મજૂર ઉપરથી પટકાયા હતા. આ દુર્ઘટનામાં 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતાં. જ્યારે 1ને ઈજા પહોંચતા તેને સારવાર માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકોમાં પ્રણવ અને ચંદન નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસના પીઆઈ ગોજીયાએ બ્લાસ્ટની વાતનું ખંડન કર્યું છે. તેમણે જણાવ્યું કે, ઉપરના સ્ટ્રક્ચરમાં આવેલા ટાંકામાં વેલ્ડીંગ કામગીરી ચાલી રહી હતી ત્યારે ઉપર તરફ ટાંકાના વેલ્ડીંગ દરમિયાન એક શ્રમિકનો પગ સ્લીપ થતા આ દુર્ઘટના સર્જાઇ હતી. જીવ ગુમાવનાર બંને કારીગરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.