અકસ્માત: નવરાત્રી જોઈ ડીસાથી ઝેરડા ગામે જતાં કારની ટક્કરે એક ભાઈનું મોત, 1ને ઈજા
અકસ્માત: નવરાત્રી જોઈ ડીસાથી ઝેરડા ગામે જતાં કારની ટક્કરે એક ભાઈનું મોત, 1ને ઈજા

અટલ સમાચાર, ડેસ્ક

ડીસાથી ગરબા જોઈ બાઈક પર પરત જતાં ઝેરડા ગામના બે ભાઈઓન ડીસાના ગલાલપુરા પાટિયા નજીક ગુરુવારે રાત્રિના અઢી વાગ્યાના સુમારે કાર ચાલકે ટક્કર મારતાં એક ભાઈનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જ્યારે એક ભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં ડીસા ખાતે સારવાર અર્થે ખસેડયાં હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીસા તાલુકાના ઝેરડા ગામના ચંપકસિહ અમરસિંહ વાઘેલાના પુત્ર સાગરસિંહ વાઘેલા અને સિદ્ધરાજસિંહ વાઘેલા ગુરૂવારે રાત્રે બાઈક (જીજે-08-સીએચ-0578) લઈ ડીસા ગરબા જોવા ગયા હતાં. બંને ભાઇઓ રાત્રિના અઢી વાગ્યાના સુમારે ડીસાથી ઝેરડા ગામે પરત આવી રહ્યાં હતાં.ત્યારે ડીસા-ધાનેરા હાઇવે પર ગલાલપુરા પાટિયા નજીક જીજે-05-જેએચ-1595 નંબરની કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક સવાર સાગરસિંહ અને સિદ્ધરાજસિંહ નીચે પટકાયા હતાં.

જેથી સિદ્ધરાજસિંહને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સાગરસિંહને પણ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ઝેરડા ગામના સરપંચ દિનુસિંહ વાઘેલા, ચંપકસિંહ વાઘેલા, ગુલાબસિંહ વાઘેલા અને પોપટસિંહ વાઘેલા ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ હતી. આ અંગે મૃતક યુવકના પિતા ચંપકસિંહ અમરસિંહ વાઘેલાએ ડીસા તાલુકા પોલીસ મથકે કાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.એસ.રાણે ચલાવી રહ્યાં છે.