દુર્ઘટના@અમદાવાદ: એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, એકનું સ્થળે મોત
એકનું સ્થળે મોત
Jul 14, 2024, 11:08 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. અમદાવાદના એસ. જી. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. તો અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતક ઘરે ‘હું બહાર જમવા જાઉં છું, આવતા મોડું થશે’ કહીને મિત્રો સાથે જમવા માટે નીકળ્યો હતો, પરંતુ પરિવારને સવારે તેના મોતના સમાચાર મળ્યા હતા.