દુર્ઘટના@મોરબી: હિરાના કારખાના સામે આવેલા રોડ પર અજાણ્યા વાહને એકટીવાને હડફેટે લેતા યુવકનું મોત

માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું
 
દુર્ઘટના@મોરબી: હિરાના કારખાના સામે આવેલા રોડ પર અજાણ્યા વાહને એકટીવાને હડફેટે લેતા યુવકનું મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મોરબીના રવાપર ધુનડા રોડ પર મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતા ઋત્વીકભાઇ અશોકભાઇ આદ્રોજા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઈ ભાવિનભાઈ સ્ટાર ડિઝાઇનર સ્ટુડિયો ખાતે નોકરી કરે છે તારીખ ૨૪ના રોજ તેઓ પોતાની નોકરી પરથી રાત્રિના સમયે પીપળીયા ગામે પોતાના ઘરે પોતાના એકટીવા GJ-36-Q-8500 પર ઘર તરફ આવતા હતા.

એ સમયે પીપળીયા ચાર રસ્તા તરફ થી પસાર થતા ગાંધીના હિરાના કારખાના સામે આવેલા રોડ પર અજાણ્યા વાહન ચાલકે પુરપાટ વેગે આવીને એકટીવાને અડફેટે લીધું હતું અને પાછળથી ઠોકર મારી હતી. જેને પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ભાવિનભાઈને માથાના પાછળના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ અકસ્માતને પગલે સત્વરે તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાવિનભાઈનું મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત અંગેની વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટર સામંતભાઈ નાગજીભાઈ સગારકા ચલાવી રહ્યા છે.