દુર્ઘટના@અમદાવાદ: લક્ઝરી બસે બાઈક ચાલકને કચડી નાખતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

 બસના ચાલકને પકડીને પોલીસ બોલાવી હતી. 
 
દુર્ઘટના@અમદાવાદ: લક્ઝરી બસે બાઈક ચાલકને કચડી નાખતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે.રોજ કોઈને કોઈ જગ્યાએથી હૃદય કંપાવી ઉઠે એવો દુર્ઘટનાનો કિસ્સો જોવા મળતો જ હોય્ છે.સોલા બ્રિજ પર પૂરઝડપે આવેલી એક ટ્રાવેલ્સ બસે બાઈક ચાલકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક જમીન પર પટકાતા બસનું ટાયર ફરી વળતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોએ ભેગા થઈને બસ ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. જ્યારે આસ્ટોડિયા ચકલા પાસેથી બેફામ બનેલી રિક્ષાએ બાઈકચાલક વૃદ્ધને ટક્કર મારતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું.

જો કે એસજી હાઇવે પર બનેલા આ બનાવ બાદ લોકોમાં સવાલ હતો કે નિયમ હોવા છતાં પણ ભારે વાહનો શહેરમાં કેવી રીતે પ્રવેશે છે.

દસક્રોઈ તાલુકાના ભાત ગામમાં રહેતા 23 વર્ષીય અંકિત પ્રજાપતિ એક હોસ્પિટલમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. સોમવારે સવારે તેઓ બાઈક લઈને નોકરી પર જઈ રહ્યા હતા. સોલા ઓવરબ્રિજ પર પહોંચ્યા તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક ટ્રાવેલ્સ કંપનીની બસે બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે અંકિતભાઈ જમીન પર પટકાતા બસનું ટાયર અંકિતભાઈ પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બસના ચાલકને પકડીને પોલીસ બોલાવી હતી. આ મામલે એસજી-2 પોલીસે બસચાલક લોકેશ મીણા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.