દુર્ઘટના@અમદાવાદ: યુવકને પાછળથી આવી રહેલા સીએનજી ગેસકીટ ગાડીએ ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત

આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 
દુર્ઘટના@વડોદરા: યુવકે પરિવાર પર ટેમ્પો ચડાવીને કચડ્યા, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યુવક તેના પિતરાઈ ભાઈ સાથે એક્ટિવા લઈને શાહીબાગ કેમ્પ હનુમાન ખાતે દર્શન કરવા ગયો હતો. શાહીબાગથી થલતેજ પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે નારણપુરા પાસે યુવકને પાછળથી આવી રહેલા સીએનજી ગેસકીટ ગાડીએ ટક્કર મારી હતી.જેમાં એકટીવા ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતુ. જ્યારે યુવકના પિતરાઈ ભાઈને સામાન્ય ઇજા પહોંચી છે.આ અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.અકસ્માતમાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે.

થલતેજમાં આવેલી નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો વેદાંત મોદી તેના પિતરાઈ ભાઈ વ્રજ સાથે એકટીવા લઈને ગઈકાલે રાત્રે કેમ્પ હનુમાન ખાતે દર્શન કરવા માટે ગયો હતો.રાત્રે 10 વાગ્યાની આસપાસ વેદાંત અને વ્રજ એક્ટિવા પર મંદિરથી ઘરે પરત આવી રહ્યા હતા.ત્યારે નારણપુરા લાડલીના શોરૂમ સામેના રસ્તે એકટીવાને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અદાણી કંપનીની ગેસકીટ ગાડીએ ટક્કર મારી હતી.

આ ટક્કર વાગતા જ વેદાંત અને વ્રજ એક્ટિવા સાથે પટકાયા હતા જેને કારણે વેદાંતને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે વ્રજને હાથ પર ઇજા હતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા વેદાંતના પિતા મૌલિનભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અકસ્માત બાદ ગાડી ચાલક ગાડી આગળ મૂકીને ફરાર થઈ ગયો હતો.