દુર્ઘટના@અમદાવાદ: કારચાલકે 3 ટુ વ્હીલર પર ગાડી ચડાવી દીધી, 1ની હાલત ગંભીર

પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.
 
દુર્ઘટના@અમદાવાદ: કારચાલકે 3 ટુ વ્હીલર પર ગાડી ચડાવી દીધી, 1ની હાલત ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ શહેરમાથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના સરદાનગર પાસે કાર ચાલકે દારૂ પીધેલી હાલતમાં અનેક વાહન ચાલકોને અડફેટે લીધા છે. કાર ચાલકની ટક્કરથી ત્રણ ટુ વ્હીલર કારની નીચે આવી ગયા હતાં. અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.

સરદારનગર પોલીસ સ્ટેશન પાસે ગત સાંજના સમયે સૂરજ ગાવલે નામનો યુવક દારૂ પીધેલી હાલતમાં સ્વિફ્ટ ગાડી લઈને પૂરઝડપે જઈ રહ્યો હતો. આ દરમિયાન સૂરજે કેટલાક વાહનોને અડફેટે લીધા હતા. દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કરતા 3 વાહનો ગાડીની નીચે આવી ગયા હતા. અકસ્માતમાં કરણ મકવાણા નામના યુવકને ગંભીર ઇજા પહોંચી છે.

બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. G ડિવિઝન પોલીસે ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોધી કાર ચાલક સૂરજ ગાવલેની ધરપકડ કરી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કરણ મકવાણા અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.