દુર્ઘટના@સુરત: મકાનના ત્રીજા માળે ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ, જાણો સમગ્ર બનાવ
ઘટના અંગેની જાણ થતા ફાયરના જવાનો દોડી ગયા હતા.
Oct 8, 2025, 14:21 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાથી ગેસ સિલિન્ડરબ્લાસ્ટ ભયાનક દુર્ઘટના સામે આવી હતી. સુરતના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે રૂમની ઉપર અને સાઈડની દીવાલો તૂટી પડી હતી. ઘટના અંગેની જાણ થતા ફાયરના જવાનો દોડી ગયા હતા.
ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના પગલે બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ અને ત્યાં રહેતા એક સ્થાનિકને ઈજા થઈ છે.