દુર્ઘટના@ગુજરાત: લક્ઝરી બસ, બાઈક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 2નાં મોત

રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસ, બાઈક અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાને જીવ ગુમાવ્યો હતો.
 
દુર્ઘટના@ગુજરાત: લક્ઝરી બસ, બાઈક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 2નાં મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે પર ગઈકાલે રાત્રે એક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવાનના કરુણ મોત નીપજ્યાં હતા. રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસ, બાઈક અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાને જીવ ગુમાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાનો બ્રાહ્મણવાડા વિસ્તારની આસપાસ આવેલી ખાનગી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. તેઓ કામ પરથી પરત ફરી રહ્યા હતા.

આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકસવાર બંને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જો કે, આ લખાય છે ત્યાં સુધી મૃતક યુવાનોની ઓળખ થઈ શકી નથી.