દુર્ઘટના@વલસાડ: પૂરઝડપે આવતી રિક્ષા ટ્રેલર સાથે અથડાઈ, 1નું મોત, 5 મુસાફરોને ઈજા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાપી GIDCના ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. પૂરઝડપે આવતી રિક્ષા એક ટ્રેલર સાથે અથડાઈ હતી. જેથી ગંભીર ઈજા પહોંચતા રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રિક્ષામાં સવાર 5 મુસાફરોને ઈજા પહોંચી છે.
વાપી GIDCમાં બનેલી આ અકસ્માતની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે, પૂરઝડપે આવી રહેલા રિક્ષા ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી રિક્ષા સામેથી આવી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યાં હતા.
આ ઘટનાની માહિતી મળતાં જ વાપી GIDC પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. નજીકના CCTVમાં કેદ થયેલા ફૂટેજમાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ફૂટેજ પોલીસની તપાસમાં મહત્વની કડી બની રહેશે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.