દુર્ઘટના@જામનગર: વીજળી પડતા 3 લોકોના મોત નીપજ્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

3 લોકોના મોત નીપજ્યા
 
વીજળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વીજળી પડવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં એક  દુર્ઘટના સામે આવી છે, જેમાં વીજળી પડવાથી 3 લોકોના મોત નીપજ્યા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ પુનરાગમન કર્યુ છે. જેમાં જામનગર પંથકમાં સોમવારે રાત્રી બાદ મંગળવારે ફરી ગાજવિજ સાથે વરસાદ વચ્ચે આકાશી વિજળી ત્રાટકવાના જુદા જુદા બનાવમાં ત્રણ માનવ જીંદગી હોમાઇ છે જેમાં બુટાવદરમાં ખેડૂત પ્રૌઢ, નરમાણામાં ખેત મજુર યુવાન અને દોઢીયા સીમમાં વિજળી પડતા યુવતિના મૃત્યુ નિપજયા હોવાના બનાવ સામે આવ્યા છે.જયારે દોઢીયા સીમમાં વિજ ત્રાટકમાં એક યુવક દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો છે.

જામનગર જિલ્લામાં મેઘરાજાના બીજા રાઉન્ડના ટાંકણે આકાશી વિજળી આફત બની જતા જુદા જુદા ત્રણ સ્થળે વિજ ત્રાટકના બનાવ સામે આવ્યા હતા જેમાં જામજોધપુરના બુટાવદર ગામે રહેતા કિરીટસિંહ મનુભા ઝાલા નામના ખેડુત પ્રૌઢ પર વિજળી પડતા તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે જામજોધપુરના નરમાણા ગામે વાડીમાં કામ કરતા મગનભાઇ દોલુભાઈ ભુરીયા નામનો યુવાન ખેતીકામ કરી રહયો હતો જે વેળાએ વિજળી પડતા તેનુ મૃત્યુ થયુ હતુ.

જયારે જામનગર તાલુકાના દોઢીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા નિમીષાબેન (ઉ.વ. 30) નામની યુવતિ પર વિજળી પડતા ગંભીર રીતે દાઝી જવાથી તેણીનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે સાથે જ ખેતી કામ કરતા અલ્પેશભાઇ નામનો યુવાન પર દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો છે. જામનગર શહેર-જિ લ્લામાં સોમવારે રાત્રે હળવા ભારે વરસાદી ઝાપટા બાદ મંગળવારે બપોર બાદ તમામ તાલુકામાં વરસાદનુ ફરી આગમન થયુ હતુ જેમાં ધ્રોલમાં રાત્રી સુધીમાં વધુ એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.જોડીયા, જામજોધપુ ર,લાલપુર અને કાલાવડમાં અડધાથી પોણો ઇંચ પાણી વરસી ગયુ હતુ.જયારે જામનગર શહેરમાં મોડી સાંજે હળવા ભારે ઝાપટાએ આઠ મીમી પાણી વરસાવી દિઘુ હતુ.