દુર્ઘટના@મોરબી: નેશનલ હાઇવે પર ટ્રકે મોટર સાઈકલને ઠોકર મારતા ચાલકને ઈજા પહોચી

મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 
દુર્ઘટના@મોરબી: નેશનલ હાઇવે પર ટ્રકે મોટર સાઈકલને ઠોકર મારતા ચાલકને ઈજા પહોચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે.રોજ કોઈને-કોઈ જગ્યાએથી દુર્ઘટનાનો બનવા જોવા મળતો જ હોય છે. મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર ટ્રકે મોટર સાઈકલને ઠોકર મારતા ચાલકને ઈજા પહોચી હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ઘુટુ ગામે રહેતા અશ્વિનકુમાર રમેશભાઇ દવેએ આરોપી ટ્રક ચાલક ભરત મગનભાઇ રબારી વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે તા-૧૬ના રોજ સવારના ૦૭:૩૦ વાગ્યાની આસપાસ અશ્વિનકુમાર માર્કો વિલેજ ખાતે પોતાના ઘરેથી પોતાના મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર GJ-08-CF-6899 પર પોતાની નોકરી પર જવા નીકળ્યા હતા, અને ૦૮:૦૦ વાગ્યાની આસપાસ રિજન્ટા હોટલ સામે કટ પાસે પહોંચતા. વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પરથી પાછળથી આરોપી ટ્રક GJ-12-BW-7440 નો ચાલક ભરત રબારી પુરપાટ વાગે આવ્યો હતો અને અશ્વિનભાઈના મોટરસાયકલને પાછળથી અડફેટે લીધું હતું, જેને પગલે અકસ્માત સર્જાયો હતો અને અશ્વિનકુમાર ફંગોડાઈને જમીન પર પડ્યા હતા.

આ અકસ્માતમાં અશ્વિનકુમારનો જમણો હાથ ટ્રકના પાછળના જોડામાં આવી ગયો હતો તથા. અશ્વિનકુમારને ડાબા પગના તળિયાના ભાગે ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને આરોપી ટ્રક ચાલક ભરત રબારી પોતાનો ટ્રક ઘટના સ્થળે મૂકીને નાસી ગયો હતો.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.