દુર્ઘટના@ગાંધીનગર: ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 1નું મોત
આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Oct 3, 2025, 12:14 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં 1 યુવકનું મોત નીપજયું હતું. ગાંધીનગર-અડાલજ રોડ પર પુંદ્રાસણ ચોકડી નજીક ગઈકાલે રાત્રે આઇવા ટ્રક અને બાઇક વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં. પિન્ટુજી બલાજી ઠાકોર નામના બાઇક સવાર યુવકનું કરૂણ મોત થયું છે.
તેનો મિત્ર હિમાંશુ ઠાકોર ગંભીર રીતે ઘાયલ થયો છે. માતેલા સાંઢની માફક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી બાઇકને ટકકર મારતા આ દુર્ઘટના બની હતી. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.