દુર્ઘટના@વડોદરા: જવેલર્સ શોપની પાછળના ભાગના અચાનક આગ લગતા અફરાતફરી મચી

ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક પહોંચી મોટું નુકસાન અટકાવ્યું હતું.
 
દુર્ઘટના@વડોદરા: જવેલર્સ શોપમાં અચાનક આગ લગતા અફરાતફરી મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર આવેલ બિલ્ડિંગના બીજા માળે સોનાના દાગીના બનાવતી જવેલર્સ શોપની પાછળના ભાગે આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવને લઈ વાસણા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલ રોમા એમ્પોરિયમ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ યશોદા જવેલર્સના પાછળના ભાગે આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં ફાયર વિભાગનું કહેવું છે કે, સોનુ ઓગાળવાની પ્રોસેસ દરમિયાન ચીમની પાસે આગ લાગી હતી. આ આગ લગતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે, સમયસૂચકતા અને માલિકે કરેલા ફાયર વિભાગને કોલ ગણતરીના સમયમાં વાસણા ફાયર સ્ટેશનની ટીમ પહોંચી પહેલા ફાયર સાધનો વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. વીજ પ્રવાહ ચાલુ હોવાથી પાણીનો મારો પાછળથી ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ અંગે ફાયરને કોલ આપનાર અને જવેલર્સ માલિક પ્રવીણભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આ અંગે અમને જાણ થતા અમે ફાયર વિભાગને જાણ કરી હતી. અમારે અહીંયા દાગીના બનાવવાની શોપ છે અને પાછળના ભાગે શોર્ટ સર્કિટ કયા કારણોસર આગ લાગી તે ખબર નથી. પાછળના ભાગે ધુમાડો વધુ દેખાતા અમે ફાયર વિભાગને જાણ કરી હતી. પાછળના ભાગે એસીનું કોમ્પ્રેસર પણ હતું.

આ સાથે ગત રોજ અને રાત્રે બે આગના બનાવો સામે આવ્યા હતા. જેમાં શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ ગાયત્રી ફર્નિચર માગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ મંદિરમાં દીવો પ્રજવલિત રહેતા દુકાન બંધ કરી જતા રહેતા આગ ભભૂકી ઊઠી હતી. જોકે, આગના કારણે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક પહોંચી મોટું નુકસાન અટકાવ્યું હતું.