દુર્ઘટના@મોરબી: કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા બળીને ખાખ, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
આગ લાગતા બળીને ખાખ
Jun 17, 2024, 09:38 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વાહનમાં આગ લાગવાના બનાવો ખુબજ સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. મોરબી નજીકના સનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી પાસે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જોત જોતામાં આખી કાર આગની જપેટમાં આવી ગઈ હતી અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે.
મોરબી નજીકના સનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તાના ખૂણા ઉપર આવેલ પટેલ સમાજવાડી પાસે શોર્ટ સર્કિટ થવાના કારણે કારમાં આગ લાગી હતી. જોકે કારમાં બેઠેલ વ્યક્તિઓ તુર્ત જ નીચે ઉતરી ગયા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને જોતજોતામાં આખી કાર આગની જપેટમાં આવી જતા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. કારમાં આગ લાગવાની આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.