દુર્ઘટના@રાજકોટ: ટ્રકચાલકે કિશોરને અડફેટે લેતા મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના

ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
 
દુર્ઘટના@રાજકોટ: ટ્રકચાલકે કિશોરને અડફેટે લેતા મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટ્રક ચાલકે ફૂટપાથ પર સૂતા પરિવારના બાળકને અડફેટે લેતા કિશોરનું મોત નીપજ્યું છે. જ્યાંથી ભાગી જતાં આગળ રોંગ સાઈડમાં બેડી ચોક નજીક ઉભેલા ટ્રકમાં પાછળ ટ્રક અથડાવી દેતા ડ્રાઈવર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી ટ્રકચાલકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અકસ્માતમાં બેથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃતક બાળકના પરિવારજનો પણ સૂતા હતા જેઓને માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આજે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ગ્રીનલેન્ડ ચોકથી મોરબી રોડ જતા સમયે મોરબી રોડ ઓવરબ્રિજ નજીક ટ્રકચાલક રાજેશનાથ કાનૂનાથ નાથબાવાએ ટ્રક પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝૂંપડ પટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારના બાળક વિજય વાઘેલા (ઉ.વ.15)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ત્યાર બાદ ટ્રકચાલકે આગળ રોંગ સાઈડમાં જતા બેડી ચોક નજીક અલ્ટો કારને ટક્કર મારી હતી તેમજ ત્યાં ઉભેલા બંધ ટ્રક પાછળ ઘૂસી જતા ટ્રકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી 108 મારફત તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગેની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.