બનાવ@ભરૂચ: વાહનમાં આગ લાગવાની 2 અલગ -અલગ ઘટનાઓ બની, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો
 
બનાવ@ભરૂચ: વાહનમાં આગ લાગવાની 2 અલગ -અલગ ઘટનાઓ બની, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 ભરૂચ જિલ્લામાં વાહનમાં આગ લાગવાની બે અલગ -અલગ ઘટનાઓ બની હતી. ઘટનાઓના પગલે દોડધામ મચી હતી. સદનસીબે બંને ઘટનાઓમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. ફાયર બ્રિગેડે આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.

બંને ઘટનાઓમાં વાહનમાં સવાર લોકોનો બચાવ થયો છે. ફાયર બ્રિગેડે આગ પાર પાણીનો મારો ચાલવી કાબુ મેળવ્યો હતો. અમરેલી થી કામરેજ સુરત જતા પરિવારની કારમાં અંકલેશ્વર – હાંસોટ નજીક આગ લાગી હતી. બીજી ઘટનામાં ભરૂચમાં ઈવીએમ સ્કૂલ નજીક ટુ વહીલર સળગી ઉઠ્યું હતું.