દુર્ઘટના@સુરત: BRTS બસ ચાલકે બાઇકચાલકને કચડી નાખ્યો, જાણો સમગ્ર દુર્ઘના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘના સામે આવી છે. બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ભયાનક દુર્ઘટનામાં બાઇક ચાલકનું મોત નીપજયું હતું. સુરતના સચીન વિસ્તારમાં રસ્તા પર થયેલા એક ભયાનક અકસ્માતમાં બાઇકચાલક ભાવેશભાઈ જયોતિરધર મહેતાનું મોત થઈ ગયું છે. આ અકસ્માતનું કારણ બીઆરટીએસ બસ નંબર 205ના ડ્રાઇવરની લાપરવાહી અને રોંગ સાઇડથી વાહન ચલાવવાનું જણાય છે. મૃતકના પુત્રે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ડ્રાઇવર અસ્નેન વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. આ ઘટના સાત વલ્લા પુલની મરામતને કારણે થયેલા ડાયવર્ઝન વળાંક પર બની હતી, જ્યાં વાહનચાલકો વચ્ચે અણધારી ટક્કર વારંવાર થતી જાય છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, મૃતક ભાવેશભાઈ પોતાની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને પલસાણા તરફથી હજીરા તરફ જઈ રહ્યા હતા. રાત્રિના આશરે સાડા નવ વાગ્યાના સમયે સચીન-પલસાણા હાઇવે પર સાત વલ્લા પુલ પાસે આ બીઆરટીએસ બસના ડ્રાઇવર અસ્નેને પોતાનું વાહન રોંગ સાઇડથી અને પુરઝડપે ચલાવતા બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી.
આ ટક્કરથી ભાવેશભાઈની બાઇક બસમાં ઘુસી ગઈ અને તેઓ રસ્તા પરથી પડી ગયા હતા. તેમના શરીર પર મોઢા, ડાબી આંખ, નાક, બંને કાન, જમણા હાથની કોણી અને જમણા પગ પર ગંભીર ઇજાઓ થઈ, જેના કારણે તેમનું ત્યાં જ મોત નિપજ્યું હતું.