દુર્ઘટના@વડોદરા: કારચાલકે 70 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતાં મોત નીપજ્યું

આ ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોનાં ટોળેટોળાં એકત્રિત થઈ ગયાં હતાં.
 
દુર્ઘટના@વડોદરા: કારચાલકે 70 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતાં મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. વડોદરામાં ઓપી રોડ પર સ્વિફ્ટ કારચાલકે વૃદ્ધને અડફેટે લીધાં.  અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું. લોકોએ પીછો કરી આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો ને આરોપી પોલીસને સોંપ્યો.

આ ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોનાં ટોળેટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. લોકોમાં કારચાલક સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

આ ઘટનાના પગલે સ્થળ પર ડીસીપી ઝોન-2 અભય સોની તથા અકોટા પોલીસની ટીમ પહોંચી ગઇ હતી. પોલીસે કારચાલક સાહિલ નામના યુવકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.