દુર્ઘટના@ગુજરાત: 2 બાઈક સામસામે ટકરાતા 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર અકસ્માતની હદય કંપાવી ઊઠે એવી ઘટના સામે આવી છે. દાંતા તાલુકામાં ગઈકાલે મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અડેરણ તરસંગ ગામ પાસે 2 બાઈક સામસામે ટકરાતા 5 લોકોમાંથી 3ના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે 1નું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ અકસ્માતમાં કુલ 5 લોકો સંડોવાયેલા હતા, જેમાંથી 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મૃતકોમાં એક રંગપુર, એક ખેરાલુ અને એક થલવાડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંધારામાં બની હતી, જેના કારણે અકસ્માતની ગંભીરતા વધી હતી.
અકસ્માત જીતપુર ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર અડેરણ તરસંગ ગામ નજીક થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
માહિતી મળતા જ દાંતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

