દુર્ઘટના@ગુજરાત: મુંબઈ-દિલ્હી હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો, પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

જ્યારે પરિવારની 8 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાંથી ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. પંચમહાલના કાલોલ નજીક ભાટપુરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થતાં મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પરિવારની 8 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલો પંડ્યા પરિવાર પોતાના વતન મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામે જઈ રહ્યો હતો. આગામી 8 મેના રોજ તેમના નવા ઘરનું વાસ્તુ પૂજન હોવાથી પરિવાર કાર લઈને વતન જવા નીકળ્યો હતો. આ દરમિયાન કાલોલના ભાટપુરા પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. અજાણ્યા વાહને ટક્કર મારતા કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો.

અકસ્માતમાં પંડ્યા પરિવારના પતિ-પત્ની અને 17 વર્ષીય પુત્રનું મોત થયું છે. આ દુર્ઘટનામાં જૈની પંડ્યા નામની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ કાલોલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જનરલ હોસ્પિટલના મડિકલ ઓફિસર ડૉ પી જી રાઠોડે જણાવ્યું કે, એક્સપ્રેસ હાઈવે પર વાહન અકસ્માત થતાં 4 દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં હતા જોકે, ત્રણ દર્દીના મોત થયા છે. જ્યારે એક બાળકી હાલ સારવાર હેઠળ છે.

મૃતકોના 

હેમંતભાઈ પંડ્યા

કિંજલબેન પંડ્યા 

આયુષ પંડ્યા