દુર્ઘટના@પાટણ: ટ્રક પાછળ અચાનક ઈકો ઘૂસી જતાં 3 લોકોના મોત નીપજ્યાં, કારનો કચ્ચરઘાણ

ખાટુ શ્યામથી દર્શન કરી પરત ફરતા અંજારના પરિવારનો અકસ્માત
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાધનપુર-વારાહી રોડ પર નેશનલ હાઈવે નંબર-27 પર રાઘવજી હોટલ પાસે ગત મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે એક બાળક સહિત 4 લોકો ઘાયલ થતાં હાલ તેમને સારવાર માટે ધારપુર ખસેડવામાં આવ્યા છે.

શક્તિસિંહ જાડેજા ગાડી ચલાવતા હતા અને મુકેશ કોળી અને મહેશ મહેતા તેમના ત્યાં કામ કરતા હતા. આ બધા મિત્રો મળીને ખાટું શ્યામ દર્શન કરી પરત આવતા હતા. ત્યારે અંજારના આ મિત્રોની ઈકો કાર નંબર GJ-39-CD-1712 રસ્તા પર ઉભેલી ટ્રક નંબર GJ-08-Z-7017ની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારની ડ્રાઈવિંગ સીટ પર લોહીનું ખાબોચિયું ભરાયું હતું અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મૃતકોના નામ

સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા

મહેશ અંબુભાઈ મહેતા

શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજા - સત્યરાજસિંહના પિતા

ઘાયલોના નામ

ગોપાલસિંહ ગોહિલ - ઉં.27

મુકેશ કોળી - ઉં.22

કિશોરસિંહ જાડેજા - ઉં.37

સત્યરાજસિંહ શક્તિસિંહ જાડેજા - ઉં.14