દુર્ઘટના@પોરબંદર: એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 લોકોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં 3 આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 2 યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આજે વહેલી સવારે એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. રસ્તા પર કાચ અને બાઇકના પાટ્સ વિખેરાયા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઇને પડી હતી.
સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનના શ્વાસ થંભી ગયા હતા.
મૃતક યુવાનોની વિગત
મિલન નારણભાઈ બાદરશાહી
દિપેશ નીતિનભાઈ ઢાકેચા
વનરાજ મનિષભાઈ ઝાલા

