દુર્ઘટના@વડોદરા: આઈસર, કાર અને 2 બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 1નું ઘટના સ્થળે જ મોત, 3 ઘાયલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે આઈસર અને 2 બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 1 વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓને લઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં એક રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું . આ ઘટનામાં આઈસર ચાલકે પહેલા એક ઝાડને ટક્કર મારી હતી અને બાદમાં નીકળી પર જતા રાહદારીને ઉડાવાયા અને બાદમાં 2 બાઇક અને એક કાર ને ટક્કર મારી હતી.
આ અકસ્માત અમિતનગર સર્કલથી પુરપાટ ઝડપે આવી રહેલ આઇસર ચાલકે અમિતનગર સર્કલથી એરપોર્ટ સર્કલ તરફ જતા પહેલા ઝાડને ટક્કર મારી હતી. બાદમાં આ આઇસર 60 થી 70 ફૂટ આગળ સુધી એક રાહદારી, બે બાઇક અને એક કારને અડફેટે લીધી હતી. જેમાં રાહદારી મૃતક હસમુખભાઈ સોમાભાઈ વણકરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય એક બાઈક ચાલક દિલીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં ઝાડના છોતરા નીકળી ગયા હતા એટલી ભયાનક આઈસર ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં આઈસર ચાલક આગળ વધતા રાહદારીને ટક્કર મારતા ગંભીર ઇજાઓ ને લઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકનું એક પગરખું પણ ઘટના સ્થળે જોવા મળ્યું હતું. આ આખી ઘટનામાં કાર અને બે બાઈકને નુકસાન પોહચ્યું છે. આ ઘટનામાં મૃતકને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે જી બી બાંભણીયાએ જણાવ્યું હતું કે, આજે સવારે 10 વાગ્યે એક આઈસર ફોર-વ્હીલ હતું. આ આઇસર L&T બાજુથી એરપોર્ટ બાજુ આવતું હતું. કોઈપણ કારણોસર ડ્રાઈવરે તેનો કાબુ ગુમાવી બેસતા રાહદારી હસમુખભાઈ સોમાભાઈ 69 વર્ષના દાદા હતા તેને અડફેટે લીધા હતા. એક પેશનના ચાલક હતા પ્રશાંતભાઈ તેને પણ અને બીજા એક દિલીપભાઈ હતા. 3 જણાને અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ ઘટના અંગે વધુમાં કહ્યુંકે, આ ઘટનામાં ચાલક ફરાર થઈ ગયો છે પરંતુ તેમ ત્રણ મજૂરો હતા એ ત્રણ મજૂરોને લઈ આવ્યા છે. ડ્રાઈવર તો જે તે વખતે નાસીને જતો રહ્યો હતો. હાલ આ મામલે અમે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

