રિપોર્ટ@બોટાદ: આજે હનુમાન દાદાને પતંગ, દોરા અને ચીકી ,લાડુ નો ભવ્ય શણગાર કરવામાં આવ્યો
ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાદાને વિશેષ શણગાર
Jan 14, 2024, 16:27 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે હનુમાન દાદાને પતંગ, દોરા અને ચીકી ,લાડુ નો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
હનુમાનજી મંદિરની બહાર તેમજ મંદિરના ગર્ભગૃહમાં અલગ અલગ પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે. તેમજ કિંગ ઓફ સાળગપુર હનુમાનજી ની પ્રતિમા ને પણ ભવ્ય રીતે પતંગો થી શણગાર કરવામાં આવ્યો છે ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાનો વિશેષ શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.