વરસાદ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, સુરત અને અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની વિદાય સમયે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગતરોજ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, સુરત અને અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો.

ભુજમાં એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. નવરાત્રિ બાદ પણ વરસાદ યથાવત રહેતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.