ગુનો@સુરત: 5 વર્ષની બાળકીનું અપહરણ અને તેની છેડતી કરવા બદલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ

 ઘરની નજીકની દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા
 
ગુનો@સુરત: 5 વર્ષની બાળકીનું અપહરણ અને તેની છેડતી કરવા બદલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરના પુણા  વિસ્તારમાં રવિવારે ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટમાં 28 વર્ષીય શ્રમજીવીની પાંચ વર્ષની બાળકીનું અપહરણ અને તેની છેડતી કરવા બદલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 

પોલીસે જણાવ્યું કે પુણા વિસ્તારના સીતાનગરમાં રહેતા આરોપી છોટુ રાય દ્વારા અપહરણ કર્યાના થોડા જ કલાકોમાં સગીરાને બચાવી લેવામાં આવી હતી. ટેક્સટાઇલ પેકેજિંગ ફર્મમાં કામ કરતા શ્રમિકની પુત્રીનું શનિવારે બપોરે 3 વાગ્યે અપહરણ કરવામાં આવ્યું હતું.

આ મામલે પુણાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી નાયકે જણાવ્યું હતું કે “અમે શનિવારની મોડી રાત્રે આરોપીની ધરપકડ કરી નાની બાળકીને મુક્ત કરાવી છે. પોલીસે ઉમેર્યું હતું કે અમે છોકરીને મેડિકલ ચેકઅપ માટે મોકલી છે” 

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ઝારખંડનો છે. તે  નિયમિતપણે પીડિતાના ઘર પાસે આવતો જતો હતો. શનિવારે તેણે છોકરીને શેરીમાં અન્ય છોકરીઓ સાથે રમતી જોઈ હતી “ આરોપી રાયે નાની છોકરીને તેની પાણીપુરી ખવડાવવાની લાલચ આપીને તેનું અપહરણ કર્યું. છોકરીના માતા-પિતા પોલીસનો સંપર્ક કરતા તુરંત જ પોલીસે મે ટીમ બનાવી અને તપાસ શરૂ કરી હતી. આરોપીઓને શોધવા માટે 45 થી વધુ કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા  હોવાનું  પોલીસ ઇન્સ્પેક્ટર નાયકે જણાવ્યું હતું.

પોલીસ અનુસાર તેમના પ્રયત્નો ફળ્યા અને થોડા કલાકોમાં આરોપી રાયને આ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના અડ્ડા નજીકથી પકડી શક્યા હતા. રાય પોલીસને તે જગ્યાએ લઈ ગયો જ્યાં છોકરી બંધકે બનાવી રાખવામાં આવી હતી. આ સમયે બાળકીને કોઈ નુકસાન થયું ન હતું પરંતુ જાતીય સતામણીની તપાસ માટે તેને મેડિકલ ચેક-અપ માટે મોકલી અપાઈ હતી.

એવી શંકા છે કે રાયએ સગીર પર જાતીય હુમલો કરવાની યોજના બનાવી હતી પરંતુ તે નાની છોકરીને કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં પોલીસે તેને પકડી લીધો હતો. સગીર યુવતીના પિતા ટેક્સટાઈલ યુનિટમાં પેકેજિંગ મજૂર તરીકે કામ કરે છે. પોલીસે જણાવ્યું કે ઘટના સમયે બાળકીની માતા ઘરની અંદર હતી જ્યારે પિતા કામ પર હતા.

શરૂઆતમાં છોકરીના પિતાએ તેમના ઘરની નજીકની દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને તેમની પુત્રી સાથે જતો જોયો હતો. જે બાદ  તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.