છેતરપિંડી@સુરત: વિધવા મહિલા પાસેથી આરોપીએ ૧૫ લાખ રૂપિયા પડાવી લીધા, જાણો વધુ વિગતે

 વીમાના ૧૫ લાખ પડાવી લીધાં
 
છેતરપિંડી@સુરત: વિધવા મહિલા પાસેથી  આરોપીએ ૧૫ લાખ રૂપિયા પડાવી લીધા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરી, છેતરપિંડી અને લુંટના બનાવો  ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જ્ગ્યાએથી લુંટના બનાવો સામે આવતાજ હોય છે. સુરતમાં વિધવા મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ચકચારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતના સારોલી વિસ્તારમાં વિધવા મહિલા સાથે ૧૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપી સૌરભ મુંધરા નામના શખ્સે ૪૨ વર્ષીય વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. તે બાદ આરોપીએ વિધવા મહિલાનું યૌનશોષણ પણ કર્યું હતું. આરોપીએ મહિલાના મૃત પતિની વીમા પોલિસીના ૧૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

હાલ પોલીસે ૨૮ વર્ષીય સૌરભ મુંધરાની સારોલી પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ૧૫ લાખમાંથી મોટેભાગની રકમ ઓનલાઇન ગેમિંગમાં હારી ગયાનું જણાવ્યું હતું. તેની પાસે માત્ર એક મોપેડ બચ્યું હતું. જે પોલીસે કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સુરતના સારોલી વિસ્તારમાં વિધવા મહિલા સાથે ૧૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષીય મહિલાના પતિનું ત્રણ વર્ષ પૂર્વે હૃદયરોગના હુમલામાં નિધન થયું હતું. પતિના મૃત્યુ બાદ પાંચથી ૧૭ વર્ષના ત્રણ સંતાનોને લઇને આ વિધવા સારોલી વિસ્તારના એક લેટમાં રહેવા આવી હતી. પતિની વીમા પોલિસીના ૧૫ લાખ રૂપિયાના રોકાણના વ્યાજથી સંતાનોના અભ્યાસ અને ભરણપોષણ કરતી હતી. પાંચ મહિના પહેલાં રહેવા આવેલી આ વિધવાના બેડરૂમ તરફ બીજી બિલ્ડિંગના બેડરૂમની બારી પડતી હતી. અહીં રહેતાં ૨૮ વર્ષીય સૌરભ મુંધરા સાથે આંખો મળી ગઇ હતી.

આ પરિણીત યુવકે પોતે હતાશ હોઇ સહારાની જરૂર છે નહિ તો આત્મદાહ કરવું પડશે એમ કહીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી. આ મહિલા પાસેથી ૧૫ લાખની જમાપૂંજી પણ પડાવી લીધી હતી. નાણાં પરત આપવાને બદલે અપમાનિત કરી ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ૨૮ વર્ષીય સૌરભ મુંધરા વિરુદ્ધ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી જેમાં આરોપી ઓનલાઇન ગેમિંગનો શોખીન હોવાનું અને વિધવા પાસેથી મેળવેલાં ૧૫ લાખ પૈકી મોટેભાગની રકમ તેમાં હારી ગયો હોવાનું જણાવ્યું હતું. એક માત્ર ઓલા મોપેડ બચી હોઇ પોલીસે તે કબજે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.