કાર્યવાહી@ધોરાજી: દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા કોર્ટે ફટકારી, વધુ જાણો

આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ
 
કાર્યવાહી@અમદાવાદ: 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઇસમને  1.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

દુષ્કર્મના કેસમાં ગોંડલના રાહુલ શાંતિલાલ બગડા નામના આરોપીને તકસીરવાન ઠરાવી ર0 વર્ષની સજા ધોરાજીની કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. આ કેસની વિગતો એવા પ્રકારની છે કે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ભોગ બનનારના માતાએ જાન્યુઆરી 2023માં ફરિયાદ આપેલી હતી કે તેઓ લૌકિક કામે બહાર ગયેલા હતા તે દરમિયાન તેમની 16 વર્ષની ભોગ બનનાર દીકરી ને આરોપી ભગાડી ગયેલો છે.

આ ફરિયાદના આધારે અને પોલીસે તપાસ કરેલી હતી તપાસ દરમિયાન ત્રણ દિવસ પછી આ ભોગ બનનાર અને આરોપી મળી આવેલા હતા. ભોગ બનનારે જણાવેલ હતું કે રાહુલ તેના મિત્ર વિકીના ઘેર રાજકોટ લઈ ગયેલો અને ત્યાં રાહુલે તેણી સાથે શરીર સંબંધ બાંધેલો હતો, પોલીસ દ્વારા આ અંગે ચાર્જશીટ કરવામાં આવેલ અને ત્યારબાદ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ કેસ ચાલેલો હતો.

ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ. એમ. શેખએ પુરાવાનું મૂલ્યાંકન કરેલું હતું અને ભોગ બનનાર એ એક બાળકને જન્મ આપેલો હતો. બચાવ પક્ષ તરફથી આ બાળકના પિતાનું નામ પૂછવામાં આવેલું હતું અને ટ્રાયલ દરમિયાન ભોગ બનનાર ની માતા તથા ભોગ બનનાર એ આ બાળક આરોપી રાહુલ શાંતિલાલ બગડા નું હોવાનું જણાવેલું હતું. આ હકીકત તથા ડીએનએ રિપોર્ટ અને પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી કે ભોગ બનનાર એ કલમ 164 ની જુબાની વખતે બનાવ સ્પષ્ટ રીતે જણાવેલો છે અને આરોપી તેને લલચાવી ફોસલાવી અને લગ્નની લાલચે લઈ ગયો હોય તેવું જણાવેલ છે તથા નામદાર અદાલત સમક્ષ પણ આ હકીકત તેમણે જણાવેલી છે.

એફએસએલ કચેરીના અધિકારી રમેશભાઈ રામજીભાઈ ચૌધરીએ ડીએનએ પરીક્ષણ કરેલું છે અને આ ડીએનએ પરીક્ષણ માં જન્મ લેનાર બાળક ના કુદરતી પિતા રાહુલ શાંતિલાલ બગડા ના પ્રોફાઈલ સાથે મેચ થતા હોવાનું જણાવેલું છે . ડોક્ટર રૂબરૂની હિસ્ટ્રી પણ જણાવેલી છે અને ભોગ બનનાર માત્ર 16 વર્ષની ઉંમરના છે તેમને પોતાનું ભલું ગુરુ વિચારવાની ખબર ન હોય આ હકીકતને ધ્યાને લઈ અને આરોપીએ તેની સાથે પ્રેમ સંબંધ બાંધી અને કૃતિ આચરેલું હોય તે હળવાશથી ન લઈ શકાય તથા આરોપી પક્ષે કરવામાં આવેલ ઉલટ તપાસથી પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થન મળેલું છે અને આરોપી પક્ષ છે ઉલટ તપાસ દરમિયાન ભોગ બનનારને થયેલ બાળક ના કુદરતી પિતા રાહુલ શાંતિલાલ બગડા હોવાનું રેકોર્ડ ઉપર આવેલું છે. આરોપી પક્ષે પ્રેમ સંબંધ હોવાની તકરાર પણ લીધેલી છે તે ગ્રાહ્ય રાખી શકાય નહીં, 18 વર્ષથી નાની વયની દીકરી સાથે કોઈ સંબંધ પ્રેમ સંબંધ તરીકે ગણાવી શકાય નહીં અને 18 વર્ષથી નાની દીકરીની સહમતીની પણ કોઈ કાયદામાં કિંમત નથી તેવી સરકારી વકીલ કાર્તિકેય પારેખની રજૂઆતને ધ્યાને લઈ અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ એમ શેખએ આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે.