કાર્યવાહી@અમદાવાદ: પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારનારા મહિલા PSI સસ્પેન્ડ

આ સમગ્ર મામલાને લઈ ભારે હોબાળો થતાં 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારનારા મહિલા PSIને અંતે ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભોગ બનનાર ગોપાલભાઈ દરજી દ્વારા સૌ પ્રથમ પોતાની આપવીતી રજૂ કરી હતી. મહિલા PSI માનવાત ભૂલ્યા હોવા છતા માર માર્યાના બીજા દિવસે ભોગ બનનારના ઘરે પહોંચી ગયા હતા અને સમાધાનના પ્રાસો હાથ ધર્યા હતા.

જો કે,  રિપોર્ટર ગોપાલભાઈના ઘરે પહોંચી જતા મહિલા PSI જવાબ આપ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર મામલાને લઈ ભારે હોબાળો થતા અંતે પોલીસે ચાર દિવસ બાદ મહિલા PSI સામે પગલાં લેવા પડ્યા છે.