કાર્યવાહી@ઇડર: આડેધડ પાર્કિંગની સમસ્યાને પગલે પોલીસે કાર્યવાહી કરી, ₹500 દંડ વસૂલાશે
કેટલાક બાઇકોને ટોઇંગ કરીને ઇડર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
Updated: Aug 21, 2026, 16:52 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આ મુખ્ય માર્ગ પર વાહનચાલકો અને લારી-ગલ્લાવાળાઓ દ્વારા બેફામ રીતે વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે અન્ય વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી.
ઇડર પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે ટોઇંગ વાનની મદદ લીધી હતી. રોડ પર આડેધડ પાર્ક કરાયેલા ફોરવ્હીલરોને લોક મારવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક બાઇકોને ટોઇંગ કરીને ઇડર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ કરનારા વાહનચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આડેધડ પાર્કિંગ સામે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે. આ કાર્યવાહીથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં મદદ મળી છે.

