કાર્યવાહી@રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા નિયમ ભંગ બદલ વધુ એક ચાની હોટલ સીલ કરવામાં આવી
ગંદકી ફેલાવનારા એકમો સામે RMCની લાલ આંખ
Oct 29, 2023, 17:00 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમ ભંગ બદલ વધુ એક ચાની હોટલ સીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા રામાપીર ચોકડી પાસે દેવજીવન ચાની હોટલ સીલ કરવામાં આવી આવી છે. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં હોટલ દ્વારા સ્વચ્છતા ન રાખવામાં આવતા આખરે હોટલ સીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગત રોજ ત્રિકોણ બાગ પાસે આવેલી મચ્છોધણી ચાની હોટલ પણ સીલ કરવામાં આવી હતી.
તો બીજી તરફ અમદાવાદમાં સોલીડ વેસ્ટ વિભાગનો સપાટો બોલાવ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં 12 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો છે. જેમાં 10 હજાર પેપર કપનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આ સાથે 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ સીલ કરવામાં આવ્યા છે.