કાર્યવાહી@ગુજરાત: નવરાત્રિ દરમિયાન 'ચાર-ચાર બંગડી'વાળું ગીત મંચ પર નહીં ગાઈ શકાય

આ કેસની ફાઇનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા છે.
 
કાર્યવાહી@ગુજરાત: નવરાત્રિ દરમિયાન 'ચાર-ચાર બંગડી'વાળું ગીત મંચ પર નહીં ગાઈ શકાય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવરાત્રિનો તહેવાર થોડા દિવસમાં આવી રહ્યો છે. નવ દિવસ સુધી આ તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. નવ દિવસ સુધી માતાજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવ દિવસ સુધી ગરબા રમવામાં આવે છે. ગુજરાતી ગીતો પર ખેલૈયા નવ દિવસ સુધી ધૂમધામથી ગરબે રમે છે. નવરાત્રિ દરમિયાન કિંજલ દવે 'ચાર-ચાર બંગડી'વાળું ગીત મંચ પર નહીં ગાઈ શકે. 

ગુજરાતીઓનું પ્રિય 'ચાર-ચાર બંગડી'વાળું ગીતના કોપીરાઇટનો મામલો હાઇકોર્ટમાં છે. નીચલી કોર્ટના ચુકાદા સામે રેડ રિબને હાઇકોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટે યથાવત્ રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં આ સ્ટેને હટાવી લેવામાં આવ્યો હતો.

પરંતુ રેડ રિબન દ્વારા અપીલમાં જવાની તૈયારી બતાવાતાં હાઈકોર્ટ સમક્ષ 8 અઠવાડિયાં સુધીનો સ્ટે લંબાવવાની માગ કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે પોતાના ઓર્ડરના પર સ્ટે આપ્યો છે, જે 4 નવેમ્બર સુધી યથાવત્ રહેશે. આ કેસની ફાઇનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા છે. આગામી નવરાત્રિમાં કિંજલ દવેને કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી તો આ ગીત ગાવાની શકયતા નહિવત્ છે.