કાર્યવાહી@અમદાવાદ: સગીરા પર દુષ્કર્મના બંને કેસમાં આરોપીને 20 વર્ષની સજા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદની સીટી સેશન્સ કોર્ટે બે અલગ-અલગ સગીરા પર દુષ્કર્મના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી હરેશ પટણીને બંને કેસમાં 20-20 વર્ષની સજા ફટકારી છે.
નોંધનીય છે કે, કોર્ટ કાર્યવાહી દરમિયાન બંને પીડિતા પોતાના અગાઉના નિવેદનથી ફરી ગઈ હતી - એટલે કે હોસ્ટાઈલ થઈ ગઈ હતી.પરંતુ કોર્ટે ચુકાદો આપતા સ્પષ્ટ નોંધ્યું હતું કે, કાયદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની સગીરાની સંમતિ કાયદેસર ગણાતી નથી. તેથી પ્રેમસંબંધ કે સંમતિનો બચાવ આરોપીને ગુનામાંથી મુક્ત કરી શકે નહીં.
પ્રથમ કેસ: શાહીબાગવર્ષ 2022માં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. આ અંગે પરિવારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.તપાસ દરમિયાન સગીરા મળી આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અલગ-અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો હતો.
બીજો કેસ: મેઘાણીનગરએક ગુનામાં આરોપી ઝડપાય તે પહેલા જ બીજો ગુનો સામે આવ્યો. વર્ષ 2022માં મેઘાણીનગર પોલીસ મથકે બીજો ગુનો નોંધાયો હતો.આ કેસમાં પણ સગીરા ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. તપાસમાં સામે આવ્યું કે, આરોપી સગીરાને અલગ-અલગ શહેરોમાં લઈ ગયો હતો.
કોર્ટનું અવલોકન:
સગીરની સંમતિનું કોઈ મહત્વ નથીકોર્ટે નોંધ્યું હતું કે, પીડિતા જુબાની દરમિયાન હોસ્ટાઈલ થઈ હતી અને તેણે આરોપી સાથે પ્રેમસંબંધ હોવાનું તથા પોતાની મરજીથી ગઈ હોવાનું જણાવ્યું હતું.
જો કે, કોર્ટે ઠરાવ્યું કે, કાયદાની નજરમાં સગીરની સંમતિનું કોઈ મહત્વ નથી. તેથી સગીરા સાથે બાંધવામાં આવેલો શારીરિક સંબંધ દુષ્કર્મ અને POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો ગણાય છે.
કોર્ટે વૈજ્ઞાનિક પુરાવા, દસ્તાવેજો અને સમગ્ર સંજોગોને આધારે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટનો સંદેશ સાફ છે — પીડિતા ફરી શકે, કાયદો નહીં.
CAPTION MATE:
બંને કેસમાં પીડિતા હોસ્ટાઈલ, છતાં કોર્ટ મક્કમ
સગીરા પર દુષ્કર્મમાં આરોપીને 20 વર્ષની સજા
18થી નાનીની સંમતિ કાયદેસર ન ગણાય

