અભ્યાસ@રાજકોટ: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું વિશેષ આયોજન, 1000 શિક્ષકો માટે નિરંતર તાલીમ થશે

ભારતભરમાં પણ પ્રથમ વખત નિરંતર ટીચર્સ ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
 
અભ્યાસ@રાજકોટ: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું વિશેષ આયોજન, 1000 શિક્ષકો માટે નિરંતર તાલીમ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિક્ષકએ વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનું કામ કરે છે.યોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ કરે છે.શિક્ષક બનાવવા માટે ખુબજ મહેનત લાગે છે,ત્યારેય એક યોગ્યને લાયક શિક્ષક બની શકાય છે. નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તમામ શિક્ષકોને વર્ષમાં 50 કલાકની તાલીમ ફરજિયાત બનાવવામાં આવી છે. ત્યારે બદલાતા સમયમાં શિક્ષણ ક્ષેત્રે આવી રહેલા નિરંતર પરિવર્તનોને ધ્યાનમાં લઇ રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, દ્વારા પોતાના શિક્ષકોને તાલીમબદ્ધ, કરવા માટે સમગ્ર અ ગુજરાતભરમાં પ્રથમ વખત અને શક્યત: ભારતભરમાં પણ પ્રથમ વખત નિરંતર ટીચર્સ ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેના અનુસંધાને રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા પ્રથમ તબક્કામાં 1000 શિક્ષકો ને તાલીમબધ્ય કરવાના અભિયાનનો પ્રારંભ થશે. આ અભિયાનનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના ઓડીટોરીયમ ખાતે તા. 16ને રવિવારના રોજ સવારે 10-30 ક્લાકે મહાનુભાવો, શિક્ષણવિદો, શાળા સંચાલકો અને શિક્ષકોની વિશાળ હાજરીમાં યોજાશે. આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો અમલ આ વર્ષથી તમામ શાળાઓએ કરવો અનિવાર્ય છે.

આ પોલિસી અનુસાર તમામ શિક્ષકોને વર્ષમાં 50 કલાકની તાલીમ આપવી ફરજિયાત છે. મોટી શાળાઓ કદાચ તેમના શિક્ષકો માટે સારા ટ્રેઇનર પાસે ટ્રેનીંગ કરાવી શકે પણ નાની અને મધ્યમ કદની શાળાઓ માટે આવી આયોજનબદ્ધ તાલીમો યોજવી કદાય જટીલ પ્રશ્ન બની શકે છે પરંતુ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકોના હિતોને ધ્યાનમાં રાખી તેમના ઉત્કર્ષ માટે હંમેશા કાર્યશીલ રહે છે. તેથી મંડળ દ્વારા તેમની સભ્ય તમામ ખાનગી શાળાના 1000 થી વધુ શિક્ષકો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના તજજ્ઞો અને નિષ્ણાતોનો સંપર્ક કરી આ વિશાળ અને અદ્વિતીય તાલીમ કાર્યક્રમ ધડી કાઢવામાં આવ્યો છે.આ તમામ 1000 શિક્ષકોને વર્ષમાં ચાર વખત ચાર અલગ અલગ પ્રકારની ટ્રેનીંગ નિષ્ણાંત તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. જેમાં ક્લાસરૂમ મેનેજમેન્ટ, ચાઈલ્ડ સાયકોલોજી, સ્ટ્રેસ મેનેજમેન્ટ પેરેન્ટ્સ ટીચર્સ રિલેશનશિપ જેવા જુદા જુદા વિષયોને સાંકળી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ટ્રેનર્સ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. આ તમામ શિક્ષકોને ચાર કલાકની ટ્રેનિંગ બાદ જુદા જુદા પ્રકારના એસાઇમેન્ટ આપવામાં આવશે આ તમામ શિક્ષકોની તાલીમ પૂર્ણ થયા બાદ તેમનું સર્ટિફિકેશન કરવામાં આવશે. આ તમામ ટ્રેનિંગ હેમુ ગઢવી મીની ઓડિટોરિયમ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોલ ખાતે યોજાશે. આ તાલીમ કાર્યક્રમની શરૂઆત તા. 16ના સવારે 08:00 કલાકે રાજકોટ એન્જિ.એસોસિયેશનના હોલ ખાતે થશે.
આ કાર્યક્રમના પ્રથમ ટ્રેનર તરીકે પરેશભાઇ ભટ્ટ દ્વારા સેશન આવશે.તેઓ 20 વર્ષથી પણ વધુ સમયનો શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોને તાલીમ આપવાનો અનુભવ ધરાવે છે.આ સમગ્ર તાલીમના અભિયાનને સફળ બનાવવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી. વી. મહેતાની આગેવાનીમાં મહામંત્રી, પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ડી.કે.વાડોદરીયા ઉપપ્રમુખ, સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર, જયદિપભાઈ જલુ, મેહુલભાઇ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, રાજય મહામંડળના પ્રમુખ, ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ, જતીનભાઈ ભરાડ, મહામંત્રી અજયભાઇ પટેલના માર્ગદર્શનમાં કોર કમિટી,જહેમત ઉઠાવી રહી છે.