જાહેરાત@અમદાવાદ: જુનિયર ક્લાર્કની કુલ 612 જગ્યાઓ માટે જાહેરાત, ઉમેદવારો માટે નોકરી કરવાની સુવર્ણ તક

ભરતી અંગે તમામ માહિતી આપવામાં આવી છે.

 
રોજગારઃ મેગા જોબ ફેર, 4671 કંપનીઓમાં 75879 જગ્યા પર થશે ભરતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નોકરી કરવા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા  સમાચાર સામે આવી રહ્યા છે.  અમદાવાદ અને આસપાસના જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે અમદાવાદમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેસન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે સહાયક જુનિયર ક્લાર્કની કુલ 612 જગ્યાઓ ભરવાની છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિ વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો 15 એપ્રિલ 2024 પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે.

 ભરતીની મહત્વની માહિતી

સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટ સહાયક જુનિયર ક્લાર્ક
ખાલી જગ્યા 612
એપ્લિકેશન મોડ ઓનલાઇન
નોકરીનું સ્થળ અમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ 15/04/2024
ક્યાં અરજી કરવી? ahmedabadcity.gov.in

 ભરતીની શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટી અથવા સમકક્ષમાંથી બીજા વર્ગ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. તેમના સ્નાતકના અંતિમ વર્ષમાં હાજર રહેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. આ ઉપરાંત કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ.

ભરતીની ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ: 18 વર્ષ
  • મહત્તમ: 33 વર્ષ

ભરતી માટે અરજી ફી

કેટેગરી ફીની રકમ
સામાન્ય શ્રેણી ₹ 500
OBC/EWS/SC/ST ₹ 250
PH શ્રેણી

શૂન્ય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિ વધુ માહિતી માટે આપેલું નોટિફિકેશન વાંચો. ભરતી પ્રક્રિયામાં પસંદ પામેલા ઉમેવાદોને ₹26,000 પ્રતિ મહિના ત્રણ વર્ષનું ફિક્સ પગાર મળશે.

એક MCQ ટેસ્ટ હશે જેમાં ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે અને પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે. પસંદગીનો આગળનો તબક્કો દસ્તાવેજની ચકાસણી છે.

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • દસ્તાવેજની ચકાસણી
  • ફાઇનલ મેરિટ લિસ્ટ

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ નીચે આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરવી આવશ્યક છે. ઉમેદવારોએ નોંધણી કરવાની જરૂર છે અને પછી અરજી કરવા માટે લૉગિન કરો.
  • બધા જરૂરી ફીલ્ડ્સ દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અંતિમ સબમિટ બટન પહેલાં, દાખલ કરેલી વિગતો તપાસો.

 તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ – 15/03/2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 15/04/2024