જાહેરાત@સુરેન્દ્રનગર: હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી, જલદી અરજી કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને નોકરી શોધતા યુવકો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ પોસ્ટો પર ભરતી બહાર પાડી છે. ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા તાજેતરમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ ડેટા આસિસ્ટન્ટ ભરતી માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે. આ અરજી માટે છેલ્લી તારીખ 12 માર્ચ 2024 રાખવામાં આવી છે.
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગરમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો આ ભરીત માટેની શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ જાણકારી માટે આપેલા સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા
મહત્વની વિગતો
સંસ્થા | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર |
પોસ્ટ્સ | મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ ડેટા આસિસ્ટન્ટ |
જગ્યા | 25 |
છેલ્લી તારીખ | 12-3-2024 |
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર માટે પોસ્ટની વિગતો
પોસ્ટ | ખાલી જગ્યા |
મેડિકલ ઓફિસર (NTEP) | 01 |
મેડિકલ ઓફિસર (NPPC) | 01 |
ફાર્માસિસ્ટ ડેટા આસિસ્ટન્ટ | 18 |
એકાઉન્ટન્ટ મદદનીશ | 05 |
કુલ | 25 |
શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર (NTEP પ્રોગ્રામ):
- આવશ્યક: M.B.B.S. અથવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સમકક્ષ ડિગ્રી; ફરજિયાત રોટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરેલ હોવી જોઈએ
- પ્રેફરન્શિયલ: (1) ડિપ્લોમા / MD પબ્લિક હેલ્થ / ટ્યુબરક્યુલોસિસ અને છાતીના રોગો. (2) કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન
- અનુભવ: NTEP માં એક વર્ષનો અનુભવ
- પગારઃ ₹ 60,000
મેડિકલ ઓફિસર (NPPC પ્રોગ્રામ):
અભ્યાસ: M.B.B.S. અથવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સમકક્ષ ડિગ્રી.ઇચ્છનીય: મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા/માસ્ટર્સ ઇન મેડિસિન/એનેસ્થેસિયા/રેડિયોથેરાપી.અનુભવ: હોસ્પિટલમાં કામ કરવાનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ.પગારઃ ₹ 60,000
ફાર્માસિસ્ટ ડેટા સહાયક:
- અભ્યાસ : ઉમેદવાર માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી અથવા ફાર્મસીમાં ડિપ્લોમા ધરાવે છે. ઉમેદવાર પાસે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે તેના નામની માન્ય નોંધણી હોવી આવશ્યક છે.
- પ્રાથમિક્તા : જો કે દવાખાના અથવા દવાખાનામાં દવા વિતરણ કરવાનો અનુભવ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા ઉમેદવાર એ વધારાની લાયકાત છે.
- પગારઃ ₹ 13000
- લાયકાત: કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા / પ્રમાણપત્ર સાથે કોમર્સ B.Com / M.Com માં સ્નાતક. કોમ્પ્યુટર સોફ્ટવેર (એકાઉન્ટીંગ સોફ્ટવેર, MS Office/GIS સોફ્ટવેર વગેરે) અને હાર્ડવેરનું જ્ઞાન. ઓફિસ મેનેજમેન્ટ અને ફિલિંગ સિસ્ટમમાં મૂળભૂત કુશળતા. અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી કુશળતા.
- અનુભવ: ઓછામાં ઓછો એક વર્ષનો કાર્ય અનુભવ. અંગ્રેજી અને ગુજરાતીમાં કાર્યકારી જ્ઞાન.
- પગારઃ ₹ 13,000
-
DHS સુરેન્દ્રનગર ભરતી માટે લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો વિશે જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
-
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર દ્વારા બહાર પડાયેલી જગ્યાઓ ઉપર નોકરી કરવા ઇચ્છતા ઉમેમદવારોએ આપેલી સત્તાવાર વેબસાઈટ ઉપર ઓલાઇન અરજી કરવાની રહેશે.