જાહેરાત@વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવીની સૂવર્ણ તક, 73 જગ્યાઓ માટે જાહેરાત

કેવી રીતે અરજી કરવી?
 
જાહેરાત@વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવીની સૂવર્ણ તક, 73 જગ્યાઓ માટે જાહેરાત 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા  સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરમાં નોકરી માટે જાહેરા બહાર પાડવામાં આવી છે.   વડોદરા અને આસપાસના જિલ્લામાં રહેતા નોકરી વાંચ્છુક ઉમેદવારો માટે નોકરીના સમાચાર સમાચાર આવી ગયા છે. વોડદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની 73 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, કેસ રાઇટર, પટાવાળા, આયાબેન અને ડ્રેસરની જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા ઉમેદવારો 22 માર્ચ સુધી ઓનલાઇન અરજીઓ મોકલી શકે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી વિવિધ 73 જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થા વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટ આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક સહિત વિવિધ
કુલ જગ્યા 73
અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024
ક્યાં અરજી કરવી https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટનું નામ ખાલી જગ્યા
આયુષ મેડીકલ ઓફિસર 06
જુનિયર ક્લાર્ક 08
કેસ રાઇટર 19
પટાવાળા 13
આયાબેન 21
ડ્રેસર 06
કુલ જગ્યા 73

વડોદરા મહાનગરપાલિકા ભરતી માટેની લાયકાત

આયુષ મેડિકલ ઓફિસર (કરાર આધારિત)

 • શિક્ષણ – આયુર્વેદ અથવા હોમિયોપેથીમાં સ્નાતકની ડિગ્રી
 • પગાર – ₹ 22,000 પ્રતિ મહિને ફિક્સ
 • વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સિંગ)

 • શિક્ષણ – કોઈપણ વિષયમાં સ્નાતક અને કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર કોર્સ.
 • અનુભવ – MIS સિસ્ટમમાં 3 થી 5 વર્ષનો અનુભવ
 • પગાર – ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ
 • વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

કેસ રાઈટર (આઉટ સોર્સિંગ)

 • શિક્ષણ – ધોરણ 12 પાસ
 • અનુભવ – આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ
 • પગરા – ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નિયમો મુજબ
 • વયમર્યાદા – 58 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

પટાવાળા (આઉટસોર્સિંગ)

 • શિક્ષણ – લઘુત્તમ 8મું ધોરણ પાસ, પ્રાધાન્યમાં અંગ્રેજીમાં નિપુણતા
 • પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
 • વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

આયાબેન (આઉટ સોર્સિંગ)

 • શિક્ષણ – લઘુત્તમ ચોથું ધોરણ પાસ
 • અનુભવ – સમાન ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ
 • પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ
 • વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

ડ્રેસર – UCHC (આઉટ સોર્સિંગ)

 • શિક્ષણ – ધોરણ 7 પાસ ગુજરાતી શિક્ષિત
 • અનુભવ – સમાન ક્ષેત્રમાં કામનો અનુભવ
 • પગાર – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો અનુસાર
 • વયમર્યાદા – 45 વર્ષથી ઉપર અને નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકતા નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી વિવિધ 73 જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉપરોક્ત જગ્યાઓ ઉપરાંત ઉપરોક્ત સંવર્ગો માટે ભવિષ્યમાં ખાલી પડેલી અથવા નવી મંજૂર થયેલી કરાર આધારિત અથવા આઉટસોર્સ કરેલી જગ્યાઓ ભરવા માટે 2 વર્ષ સુધીની રાહ યાદી તૈયાર કરવામાં આવશે. તમામ ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત વાંચ્યા પછી જ ઓનલાઈન અરજી કરવી જોઈએ.

ભરતી માટે પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.