જાહેરાત@ગુજરાત: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયામાં 3000 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી, કેવી રીતે અરજી અરજી કરવી ?

ભરતી વિશે જાણકારી આપેલી છે.
 
 
જાહેરાત@ગુજરાત: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયામાં 3000 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી, કેવી રીતે અરજી અરજી કરવી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર નોકરી માટે જાહેરાત બહાર પડતી હોય છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયાએ બેન્કમાં અપરેંટિસના પદ પર ભરતી બહાર પાડી છે. ઈચ્છુક ઉમેદવાર 21 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2024 સુધીમાં બેન્કની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. બેન્કમાં અપરેંટિસશિપ તરીકે અરજી કરતા પહેલા પોર્ટલ www.nats.education.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે.

આ વર્ષે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા અપ્રેંટિસના કુલ 3000 પદ પર ઉમેદવારો માટે ભરતી પરીક્ષા આયોજીત કરશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા અપરેંટિસ ભરતી 2024 માટે ઉમેદવારની કુલ ઉંમર 20થી 28 વર્ષ હોવી જોઈએ.

આ વર્ષે બેન્કે કુલ 3000 ખાલી જગ્યાની જાહેરાત કરી છે. જે ગત વર્ષની તુલનામાં 2000 ઓછી છે. સૌથી વધારે ખાલી જગ્યા મહારાષ્ટ્રમાં છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને બિહારમાં છે. અરજી કરતી વખતે અરજીકર્તા ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકશે. તમે સેન્ટ્રલ બેન્ક અપરેંટિસ નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરી અને ઓનલાઈન અરજી કરી શકશો.

નોટિફિકેશન


જે ઉમેદવાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા અપરેંટિસ ભરતીમાં રસ ધરાવતા હોય તેમણે નીચે જોઈ શકશે, જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા અપરેંટિસ પદની ભરતી વિશે જાણકારી આપેલી છે.

બેન્કનું નામ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા
જગ્યાનું નામ અપરેંટિસ
ખાલી જગ્યા 300
રજીસ્ટ્રેશનની તારીખ 21 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2024
યોગ્યતા ગ્રેજ્યુએટ
પગાર ધોરણ 10 હજારથી 20 હજાર
પસંદગી પ્રક્રિયા ઓનલાઈન લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યૂ,સ્થાનિક ભાષા પ્રમાણ
પરીક્ષાની તારીખ 10 માર્ચ
સત્તાવાર વેબસાઈટ Centralbankofindia.co.in
Central Bank of India Apprentice Notification 2024 PDF ડાઉનલોડ કરો

ખાલી જગ્યાની રાજ્યવાર સંખ્યા


જે ઉમેદવાર રસ ધરાવે છે અને અપરેંટિસ પદ પર નોકરી મેળવવા માગે છે. તેઓ અહીં સ્ટેટ વાઈઝ ખાલી જગ્યા ચકાસી શકશે.

રાજ્ય અપરેંટિસ માટે ખાલી જગ્યા
લદ્દાખ 2
ગુજરાત 270
દાદર અને નગર હવેલી, દમણ અને દીવ 3
મધ્ય પ્રદેશ 300
છત્તીસગઢ 76
ચંડીગઢ 11
હરિયાણા 95
પંજાબ 115
જમ્મુ અને કાશ્મીર 8
હિમાચલ પ્રદેશ 26
તમિલનાડૂ 142
પુડુચેરી 3
કેરલ 87
રાજસ્થાન 105
દિલ્હી 90
આસામ 70
મણિપુર 8
નાગાલેન્ડ 8
આંધ્ર પ્રદેશ 100
મિઝોરમ 3
મેઘાલય 5
ત્રિપુરા 7
કર્ણાટક 110
તેલંગાણા 96
અરુણાચલ પ્રદેશ 10
ઓડિશા 80
પશ્ચિમ બંગાળ 194
અંડમાન અને નિકોબાર 1
સિક્કિમ 20
ઉત્તર પ્રદેશ 305
ગોવા 30
મહારાષ્ટ્ર 320
બિહાર 210
ઝારખંડ 60
ઉત્તરાખંડ 30

અરજી કરવા માટેની લિંક નીચે આપેલી છે


સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયાએ અપરેંટિસ પદ માટે ઓનલાઈન અરજી 21 ફેબ્રુઆરી 2024થી લેવાનું શરુ કરી દીધુ છે. ઈચ્છુક ઉમેદવાર સેન્ટ્રલ બેન્ક અપરેંટિસ ભરતી માટે અરજી ફોર્મ 6 માર્ચ 2024 સુધી જમા કરાવી શકશે. અરજી કરવા માટે ડાયરેક્ટ નીચે આપેલી લિંક ચેક કરી શકશો.

આ લિંક પરથી અરજી કરો:

CBI Apprentice Salary 2024: પગાર ધોરણ

શાખા પગાર
ગ્રામિણ અને અર્ધ શહેરી 15000 રુપિયા
શહેરી શાખા 15000 રુપિયા
મેટ્રો શાખા 15000 રુપિયા